Course Overview

ઇન્ડિયન એકેડમિ ફોર સેલ્ફ એમ્પલોઈડ વિમેનને અસંગઠિત ક્ષેત્રના બહેનોની એક યુનિવર્સીટી તરીકે ઓળખવામાં આવે છે. તે 'સેવા'ની ભગીની સંસ્થા છે. 'સેવા' દુનિયામાં અસંગઠિત ક્ષેત્રના કામદાર બહેનોનું સૌથી મોટું ટ્રેડ યુનિયન છે. સેવા અકાદમી ૧૯૯૧થી કાર્યરત છે. સેવા અકાદમીની સફરની શરુઆત અમદાવાદ, ગુજરાતમાંથી તાલીમ સંસ્થા તરીકે થઈ અને આજે સંશોધન, સંચાર અને શિક્ષણ જેવા બીજા કાર્યક્રમો પણ વ્યાપક રીતે સંકળાયેલ છે. સેવા અકાદમી દ્વારા અત્યાર સુધી જુદાજુદા પ્રકારની અને ઘણી તાલીમો અસંગઠિત ક્ષેત્રના બહેનોનું સશકિતકરણ થાય, સ્વાવલંબી બને અને સમાનતા લાવવાના ઉદેશ્યથી આપવામાં આવી રહી છે.

Learning Outcomes

સભ્ય શિક્ષણ તાલીમ ઉદેશ્ય: સભ્ય શિક્ષણ તાલીમ સેવા અકાદમીના આગેવાન વિકાસ કાર્યક્રમની કરોડરજ્જુ સમાન છે. સભ્ય શિક્ષણ તાલીમ દ્વારા સભ્યો સુધી 'સેવા'નો એક સરખો પહોચે તે માટે 'સેવા'ના મુલ્યો, દેશના અર્થતંત્રમાં અસંગઠિત ક્ષેત્રના કામદાર બહેનોનું યોગદાન, સ્ત્રી સશકિતકરણ અને સંગઠનના ફાયદા શીખશે. આ તાલીમથી સભ્યો પોતે એક મહિલા કામદાર છે તે જાણે તેમજ તેઓ 'સેવા'ના માળખામાં ક્યાં છે અને તેમની ભમિકા શું છે તે સમજશે.

Syllabus

મોડ્યુલ -૧ : સભ્ય શિક્ષણ તાલીમ

  • સત્ર ૧ : તાલીમાર્થીઓનુ સ્વાગત
  • સત્ર ૨ : પ્રાર્થના અને તેનુ મહત્વ
  • સત્ર ૩ : તાલીમનો હેતુ
  • સત્ર ૪ : સંસ્થાનો પરિચય
  • સત્ર ૫ : દેશના અર્થતંત્રમાં સ્ત્રીઓનો ફાળો
  • સત્ર ૬: સ્ત્રી શક્તિ
  • સત્ર ૭ : આપણું શરીર આપણી મૂડી
  • સત્ર ૮ : પર્યાવરણના જતન અને સમજ

મોડ્યુલ -૨ : જાતિ મોડ્યુલ

  • સત્ર ૧ : તાલીમાર્થીઓનુ સ્વાગત
  • સત્ર ૨ : પ્રાર્થના અને તેનુ મહત્વ
  • સત્ર ૩ : તાલીમનો હેતુ
  • સત્ર ૪ : સંસ્થાનો પરિચય
  • સત્ર ૫ : જાતિગત ભેદભાવની સમજ
  • સત્ર ૬ : જાતિગત સામાજીકરણ ની સમજ
  • સત્ર ૭ : જાતિગત સામાજીકરણ ની પ્રક્રિયા
  • સત્ર ૮ : જાતિગત શ્રમવિભાજન ની સમજ